અમિત શાહ આજે તિરુવનંતપુરમમાં દક્ષિણી ક્ષેત્રીય પરિષદની ૩૦ મી બેઠકનુ ઉદ્ધાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તિરુવનંતપુરમમાં દક્ષિણી ક્ષેત્રીય પરિષદની ૩૦ મી બેઠકનુ ઉદ્ઘાટન કરશે.

આ બેઠકમાં દક્ષિણી રાજ્યોના મુખ્યમંત્રીઓ, આંદમાન નિકોબારના ઉપરાજ્યપાલ અને લક્ષદ્વીપના પ્રશાસક પણ ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી અમિત શાહ દક્ષિણી ક્ષેત્રીય પરિષદના અધ્યક્ષ છે. આ પરિષદમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગણા અને પુડુચેરી જેવા દક્ષિણનાં રાજ્યોનો સમાવેશ થાય છે. ભારતમાં કુલ ૫ ક્ષેત્રીય પરિષદો બનાવવામાં આવી છે. દક્ષિણી પરિષદની સ્થાપના ૧૯૫૭ માં રાજ્ય પૂનર્ગઠન અધિનિયમ ૧૯૫૬ હેઠળ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *