રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે નવી દિલ્હીમાં ૪૫ શિક્ષકોને વર્ષ – ૨૦૨૨ નો રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર થી સન્માનીત કર્યા હતા. તે ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસે ટ્વીટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જયંતીના દિવસે તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી.
શિક્ષક દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્લીમાં દેશભરના ૪૫ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી કરશે સન્માનિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પોતાના નિવાસ સ્થાને પુરસ્કાર વિજેતાઓ સાથે મુલાકાત કરવાના છે.
રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો ઉદેશ દેશના શિક્ષકોના અનોખા યોગદાન ને ઉજાગર કરવો તેમજ તેવા શિક્ષકોનું સન્માન કરવાનો છે જેમણે તેમની પ્રતિબધ્ધતા અને પરિશ્રમથી ન માત્ર સ્કુલ શિક્ષણ પરંતું ગુણવત્તામાં સુધારો કરીને વિદ્યાર્થીઓના જીવનને સમૃધ્ધ કર્યું છે.
સંબોધનમાં રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી હતી કે આ શિક્ષકો સમાજમા જ્ઞાનની રોશની ફેલાવતા રહેશે અને તમામને પ્રેરિત કરતા રહેશે. આ શિક્ષકોમાં ૧૮ મહિલા શિક્ષકનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સ્કુલ સ્તરનું શિક્ષણ ખાસ કરીને માતૃભાષામાં હોય તે મહત્વપૂર્ણ છે. તેના આધારે બાળક ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે. નોલેજ ઇકોનોમીનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓને જ્ઞાન આપીને આપણે નોલેજ ઇકોનોમીનો ભાગ મજબુત બનાવવાનો છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેનો રસ જગાડવાની જરૂરિયાત છે.. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું હતું કે બાળકોમાં પ્રશ્નો પુછવાની આદત વિકસીત થવી જોઇએ. તેમજ શિક્ષકોએ શિક્ષણના માધ્યમથી શિક્ષિત અને વિકસીત ભારતનુ નિર્માણ કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી છે જેઓ યુવા મનમાં શિક્ષણનો આનંદ ફેલાવે છે. મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
પ્રધાનમંમત્રીએ ટ્વિટમાં કહ્યું છે કે, “#TeachersDay નિમિત્તે શુભેચ્છાઓ, ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને કે જેમણે યુવા દિમાગમાં શિક્ષણનો આનંદ ફેલાવ્યો છે. હું આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને પણ તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપું છું.”