બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આજે ચાર દિવસીય ભારતના પ્રવાસે નવીદિલ્હી આવવાના છે. તેમની સાથે તેમનું પ્રતિનિધીમંડળ પણ આવી રહ્યું છે. શેખહસીના આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાના છે. આ બેઠકમાં બન્ને દેશોના સહયોગને સુદ્રઢ બનાવવા વ્યાપક ચર્ચાઓ થઇ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા મેળવ્યા બાદ બાંગ્લાદેશ સાથેના સંબંધો ને વધુ મજબુત બનાવવા નિરંતર પગલાઓ ભરવામાં આવ્યાં છે.
અગાઉ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રોહિંગ્યા મુસ્લિમોને પોતાના દેશ માટે પડકાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું – આ દેશ માટે એક મોટો બોજ છે અને તેમને લાગે છે કે ભારત આ મુદ્દાનો ઉકેલ શોધવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. તેમણે રુશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.