અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે.
રાજ્યના વિવિધ જિલ્લામાંથી નિકળેલા માતાજીના રથ અંબાજી તરફ આગળ વધતા માર્ગ ઉપર જોવા મળ્યા છે. અંબાજીનાં માર્ગો પર બોલ મારી અંબે. જય જય અંબેનાં નાદ. સાથે ગુંજી રહ્યાં છે.
આજે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આદિવાસી કન્યાઓ દ્વારા રથ ખેંચવામાં હતો. ત્યાર બાદ કલેકટરે દીપ પ્રગટાવી માતાજી ની આરતી કરી મેળાને વિધીવત ખુલ્લો મુક્યો હતો.