ભારતના લોકો માટે વધું એક રાહતના સમાચાર આવ્યા છે. ભારત બાયોટેક દ્વારા કોવિડ કોગચાળા સામે રક્ષણ મેળવવા માટે વિકસાવવામાં આવેલી નાકની રસીને ડ્રગ કાન્ટ્રોલર દ્વારા કટોકટીની પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવા માટે મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાઓ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
સ્વાસ્થ્ય મંત્રી એ તેમના ટ્વીટમાં જણાવ્યું હતું કે ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેના વિજ્ઞાન, સંશોધનઅને વિકાસ-માનવ સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. ફેબ્રુઆરીમાં મુંબઈ સ્થિત ગ્લેનમાકે કોરોનાગ્રસ્ત પુખ્ત દર્ધીઓની સારવાર માટે Sanotice કંપની સાથે મળીને ભારતમાં નાકથી સુંધી સકાય તેવો સ્પ્રેનું લોન્ચિંગ કર્યુ હતું. કંપનીઓ પોતાના નાઈટ્રિક ઓકસાઈડ નેઝલ સ્પ્રે તુરંત મંજૂરીની પ્રક્રિયા મેળવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી ઉત્પાદન અને માર્કેટિંગની મંજૂરી મેલવી છે.