૧૦ સપ્ટેમ્બરે ગુજરાત બંધનું કોંગ્રેસ દ્વારા એલાન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે.

અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, ૧૦ સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે સ્વૈચ્છિક બંધમા જોડવા લોકોને અપીલ કરી હતી. કાર્યકર્તાઓ આજથી વેપારી એસોસિએશનને મળવાનું ચાલુ કરશે અને તેમને વિનંતી કરશે. સરકાર દ્વારા થતી હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પ્રજા પીડિત હોય, ત્યારે આ પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધનું કરવામાં આવ્યું છે.

જગદીશ ઠાકોરે ઉમેદવારોની પસંદગીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસે ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી છે. ઉમેદવારો માટે ૧૩૦ સૂચનો મળ્યા છે. અંતિમ તબક્કામાં કાર્યક્રમ તૈયાર થયો છે. ૧૨ સપ્ટેમ્બર સુધી ટિકિટ વાચ્છુકો દાવેદારી કરી શકશે. જિલ્લા કોંગ્રેસ કમિટીએ બાયોડેટા ૧૫ તારીખ સુધીમાં પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાના હશે. આગામી ૨૧, ૨૨ અને ૨૩ સપ્ટેમ્બર ઇલેક્શન કમિટી બેઠક મળશે. દાવેદારોને સાંભળવામાં આવશે અને દાવેદારોની પેનલ બનાવી સ્ક્રિનીગ કમિટી સમક્ષ રજૂ કરાશે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ઉમેદવારની પસંદગી માટે કોઇ માપદંડ નહી, માત્ર જીતનો માપદંડ રહેશે. નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવશે. ૧૭ ની ચૂંટણીના જાણકાર લોકો અમને મળ્યા છે. યુવાન અને મહિલાઓ તેમજ વ્યક્તિ વિશેષને પણ ટિકિટ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *