ફોક્સકોન-વેદાંતા પ્રોજેક્ટને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન

હાલમાં મહારાષ્ટ્રમાં ૧.૫૪ લાખ કરોડનો ફોક્સકોન-વેદાંતા પ્રોજેક્ટને લઈ રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રને મળનારો આ પ્રોજેક્ટ હવે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતા મામલો ગરમાયો છે. જેને લઈ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર વિપક્ષી પાર્ટીઓના નિશાના પર છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ તો ત્યાં સુધી કહ્યું કે, આવનારા સમયમાં મુંબઈ ગુજરાતનો હિસ્સો બને તો નવાઈ નહીં.

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગુજરાતમાં એટલા માટે ગયો છે કારણ કે, મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓને દિલ્હીમાં પોતાના આકાઓને ખુશ કરવામાં વધુ રસ છે. મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ ઈચ્છે છે કે, તેમના ગુજરાતના નેતાઓના આશીર્વાદ ચાલુ રહે. કાલે મુંબઈ ગુજરાત જાય તો મને નવાઈ નહીં લાગે. આવી સ્થિતિ મહારાષ્ટ્રમાં ઉભી થઈ છે.

પટોલે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર મોંઘવારી અને બેરોજગારીને મુદ્દે પણ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, મહારાષ્ટ્રના ૧૫ જિલ્લાઓમાં રાશનની દુકાનોમાં  સ્ટોક નથી. અન્ય જિલ્લાઓમાં રાશનની દુકાનોનો સ્ટોક સમાપ્ત થવાનો છે, પરંતુ કેન્દ્ર સરકારે મદદ કરવાનો ઇનકાર કર્યો છે. શું ગરીબોએ ખોરાક વિના જીવવું જોઈએ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *