ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એકવાર ફરી સંપૂર્ણ ભરાઇ ગયો છે. જેનાથી ગુજરાતના ખેડૂતોને ઘણો મોટો ફાયદો થશે. ગુજરાતમાં છેલ્લા ૩ – ૪ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ‘સરદાર સરોવર ડેમ’ની જળસપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચતા સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદાના નીરના વધામણાં કર્યા છે.
રીવરબેડ પાવરહાઉસમાંથી ૪૩ હજાર ૧૫૫ ક્યુસેક પાણી છોડાતા ડેમમાં હાલ ૨,૧૧૬૬ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમના ૨૩ દરવાજા મારફતે ૧,૫૦,૦૦૦ ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, સરદાર સરોવર ડેમ સીઝનમાં પ્રથમવાર અને ગેટ લગાડ્યા બાદ ત્રીજીવાર ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક હાલ ૨,૧૧૬૬ ક્યુસેક નોંધાઇ છે. ત્યારે સવારે ૧૦ દરવાજા ૧.૩૦ મીટર સુધી ખોલી ૧,૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ ઉપરવાસમાંથી સતત પાણી ૧૦ પાટીને પાર કરી દીધી છે એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની ગુજરાતની ઈચ્છા હતી તે પરિપૂર્ણ થઇ છે.