હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં બે દિવસ મેઘરાજા તૂટી પડશે. નોંધનીય છે કે, આજ રોજ મોડી રાત્રે અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમજ સવાર-સવારમાં વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ વરસશે.
આજ બપોર સુધીમાં રાજ્યમાં કુલ ૧૨૦ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.
જેમાં આજે સૌથી વધુ ભુજ અને બારડોલીમાં સવા ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એ સિવાય વેરાવળ અને વાસંદામાં ૩ – ૩ ઈંચ વરસાદ, વાપીમાં પોણા ૩ ઈંચ વરસાદ, કોડીનાર, પલસાણામાં અને ધરમપુરમાં સવા ૨ ઈંચ વરસાદ, ઉપલેટા, લિલિયા અને નાંદોદમાં સવા ૨ ઈંચ, વઘઈ અને ખેરગામમાં ૨ – ૨ ઈંચ વરસાદ અને માંડવી તેમજ પારડીમાં પોણા ૨ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.