રાજકારણમાં કોઇ ગોડફાધર વીના એક સફળ મુખ્યમંત્રી અને એક સફળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બની શક્યા છે.
અવિરત સંઘર્ષનું બીજુ નામ છે નરેન્દ્ર મોદી. ૨૦૦૧ માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી મોદીની રાહ પડકારોથી ભરી હતી. પણ પડકારોને પડકાર આપી મોદી સફળતાની સીડીઓ ચડતા ગયા. અને આજે દેશના સર્વોચ્ચ પદે શાનથી બિરાજમાન છે. આજે પ્રધાનમંત્રી મોદીના ૭૨ માં જન્મદિવસની દેશભરમાં ઉજવણી થશે.
પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવશે. ૧૭ સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ૧૭ સપ્ટેમ્બરે બ્લડ ડોનેશનનો વિશ્વ રેકોર્ડ બનાવશે. દુબઇના પેઇન્ટરે તૈયાર કરેલા પોસ્ટરનું લોન્ચિંગ કરાશે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા ખાતે પેન્ટિંગ પ્રદર્શન કરાશે. ૨૦ સપ્ટેમ્બરે ૧૮૨ બેઠકો પર કિસાન પંચાયત કરવામાં આવશે. ૨૧ સપ્ટે.ના રોજ ૭૫૦ જગ્યાએ યુવતીઓના હિમોગ્લોબિનના ટેસ્ટ કરાશે. દલિત સમાજની બહેનોના નારી શક્તિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ૧૦ હજાર જેટલી મહિલાઓ હાજર રહેશે. ૪૦ વિધાનસભા વિસ્તારમાં મેડિકલ કેમ્પ કરવામાં આવશે. ૨ ઓક્ટોબરે ગુજરાતમાં સ્વચ્છતા મિશન શરૂ કરાશે.