FDAએ મહારાષ્ટ્રમાં જોનસન એન્ડ જોનસન બેબી પાવડરનું લાયસન્સ કર્યું રદ

મહારાષ્ટ્રના FDA ( ખાદ્ય અને ઔષધ વ્યવસ્થા તંત્ર ) એ રાજ્યમાં જોનસન  એન્ડ જોનસન બેબી પાવડરનું લાઇસન્સ રદ કરી દીધું છે અને રાજ્યમાં ઉત્પાદન અને ઉત્પાદનનું વેચાણ બંધ કરી દીધું છે. કારણ કે, એવું જાણવા મળ્યું છે કે, બાળકો માટે પાવડરનું pH મૂલ્ય અનિવાર્ય મર્યાદાથી ઉપર છે. મહારાષ્ટ્ર એફડીએના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે કંપનીને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને તેનું લાઈસન્સ કેમ રદ ન કરવું જોઈએ તે જણાવવા માટે કહ્યું છે.

FDAએ જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડરના બે સેમ્પલ એકત્રિત કર્યા હતા. તેમાંથી એક પુણે અને બીજુ નાસિક લઈ જવામાં આવ્યું હતું. પરીક્ષણ પરિણામોમાં જાણવા મળ્યું કે, તે શિશુ ત્વચા પાવડર માટેના pH ધોરણનના માપદંડ પ્રમાણે નહોતું.

FDA એ કંપનીએ બજારમાંથી ખામીયુક્ત પાવડરનો જથ્થો બજારમાંથી પાછો ખેંચવા કહ્યું છે. ગયા મહિને જોનસન એન્ડ જોનસને જણાવ્યું હતું કે, તે ૨૦૨૩ માં વૈશ્વિક સ્તરે ટેલ્ક આધારિત બેબી પાવડરનું વેચાણ બંધ કરશે અને કોર્નસ્ટાર્ચ આધારિત બેબી પાવડરના પોર્ટફોલિયોમાં શિફ્ટ થશે. અનેક કેસ અને ઘટતી માંગને કારણે જોનસન એન્ડ જોનસનેયુએસ અને કેનેડામાં બેબી પાવડરનું વેચાણ પૂર્ણ થયાના બે વર્ષ બાદ આ નિર્ણય આવ્યો છે.

જોનસન એન્ડ જોનસને એક પ્રેસ જાહેરાતમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં પોર્ટફોલિયો મૂલ્યાંકનના હિસ્સાના રૂપમાં અમે તમામ કોર્નસ્ટાર્ચ આધારિત બેબી પાવડર પોર્ટફોલિયોમાં શિફ્ટ કરવાનો વ્યાવસાયિક નિર્ણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, લાંબા ગાળાના વિકાસ માટે અમે અમારા પોર્ટફોલિયોનું સતત મૂલ્યાંકન કરીએ છીએ અને વ્યવસાયને શ્રેષ્ઠ સ્થાન આપવા માટે ઑપ્ટિમાઈઝ કરીએ છીએ. આ પગલું અમારી પ્રોડક્ટ ઓફરિંગને સરળ બનાવવામાં, ટકાઉ નવીનતા પ્રદાન કરવા અને અમારા ગ્રાહકો, ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવામાં અને વૈશ્વિક વલણોને પહોંચી વળવામાં મદદ કરશે. જોન્સન એન્ડ જોન્સને જણાવ્યું કે, તેનો કોર્નસ્ટાર્ચ આધારિત બેબી પાવડર ઘણા દેશોમાં પહેલેથી જ વેચવામાં આવી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *