નાગપુર માં ફેસબૂક ઇન્ડિયા ઓનલાઇન સર્વિસિસ અને મેટા પ્લેટફોર્મ્સે ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે તેને ફટકારેલા ૨૫,૫૯૯ના દંડ સામે હાઇકોર્ટમાં કેસ નોંધાવ્યો છે.
એક શ્રમિકે ફેસબૂક પર છેતરપિંડીવાળી જાહેરાતથી પ્રેરાઈને કરેલી ખરીદીમાં પ્રોડક્ટની ડિલિવરી ન થતા તેને ૨૫,૫૯૯ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નાગપુર બેન્ચના ન્યાયાધીશ મનીષ પિટળેએ ગુરુવારે ફેસબૂકન્ન્ડિયા ઓનલાઇન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને મેટા પ્લેટફોર્મ્સની તેમની સામે જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે જુન ૨૦૨૨ના રોજ ગોંડિયા ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે પ્રોડક્ટની ડિલિવરી ન કરવા બદલ ૫૯૯ રુપિયાનો અને તેણે ખરીદેલી પ્રોડક્ટની ડિલિવરી ન થતાં જે માનસિક તકલીફમાંથી તેણે પસાર થવું પડયુ છે તે માટે ૨૫,૦૦૦ રુપિયાનો દંડ ફટકાર્યો છે.
ન્યાયાધીશ પિતળેએ પંચના આદેશ સામે સ્ટે આપ્યો હતો પણ ફેસબૂક ઇન્ડિયા અને મેટા પ્લેટફોર્મ્સનને હાઇકોર્ટની રજિસ્ટ્રીમાં આ રકમ જમા કરાવવા આદેશ આપ્યો છે.