ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે દેશના અનેક વિસ્તારોમાં ઘણા કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે.
આજે અમરેલી જિલ્લાના જાફરાજાદ દરિયા કિનારે પણ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. ૧૭ સપ્ટેમ્બરે દેશભરના દરિયા કિનારાની સફાઈ કરવાના વિશ્વ સાગર કિનારા સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમના ભાગરૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ૬૦ કિલોમીટરનો એરિયા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિત જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જાફરાબાદ ના અલગ અલગ ૬ જગ્યાએ સાગર કિનારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ સફાઈ અભિયાન કરવામાં કાર્યકર્તાઓ સંગાથે વળગ્યા હતા. આ સાથે દરિયા કિનારાની સફાઇ અભિયાનમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો તથા શહેરી જનોએ પણ હોશે હોશે ભાગ લીધો હતો.