નાણાંકીય વર્ષ ૨૦૨૧ – ૨૨ ની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં કુલ પ્રત્યક્ષ કરની વસુલાતમાં ૩૦ % નો વધારો નોંધાયો

નાણાંકીય વર્ષ ૨૦૨૧ – ૨૨ ની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં કુલ  પ્રત્યક્ષ કરની વસુલાતમાં ૩૦ % નો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મહિનાની ૧૭ તારીખે, ૨૦૨૨ – ૨૩ માં પ્રત્યક્ષ કરની કુલ વસૂલાત આઠ લાખ ૩૬ હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ છે . ૨૦૨૧ – ૨૨ માં છ લાખ ૪૨,૦૦૦ કરોડ રૂપિયા હતી. ચાલુ નાણાકીય વર્ષ માટે સીધા કરવેરાની વસુલાતમાં પણ ૨૩ % નો વધારો થયો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ફાઈલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નની પ્રક્રિયાની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મહિનાની ૧૭ મી તારીખ સુધી લગભગ ૯૩ % યોગ્ય રીતે ચકાસાયેલ ITRની પ્રક્રિયા કરવામાં આવી છે. આના પરિણામે ૨૦૨૨ – ૨૩ માં ચુકવણી કરાયેલા રિફંડની સંખ્યામાં લગભગ ૪૬૮ % ના વધારો   થયો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં એક લાખ ૩૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના રિફંડ ચૂકવવામાં  આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *