કેન્દ્ર સરકાર સંસદના અંદાજપત્ર સત્ર પહેલા નવી રાષ્ટ્રીય પ્રવાસન નીતિની જાહેરાત કરશે.

કેન્દ્ર સરકાર સંસદના અંદાજપત્ર સત્ર પહેલા નવી રાષ્ટ્રીય પ્રવાસન નીતિની જાહેરાત કરશે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ ગઈકાલે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રાજ્યના પ્રવાસન મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધતા આ મુજબ જણાવ્યુ. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય પર્યટન નીતિ વિવિધ હિતધારકો સાથે પરામર્શ અને ચર્ચા કર્યા પછી જાહેર કરવામાં આવશે.

રેડ્ડીએ જણાવ્યું હતું કે, ભારતમાં જી-૨૦ના પ્રમુખપદના સંદર્ભમાં રાજ્યોના પ્રવાસનમંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ મહત્વપૂર્ણ છે. જી-૨૦ બેઠક ભારતની પ્રવાસન ક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના મંચ તરીકે કામ કરશે. તેમણે માહિતી આપી હતી કે વિવિધ પ્રવાસન સર્કિટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં નવી આંબેડકર સર્કિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રવાસન સર્કિટના વિકાસ માટે એક્શન પ્લાન હેઠળ હિમાલયન સર્કિટને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

હિમાચલપ્રદેશના ધર્મશાલામાં ગઈકાલે રાજ્યના પ્રવાસન મંત્રીઓની ત્રણ દિવસીય રાષ્ટ્રીય પરિષદ શરૂ થઈ છે. તેનો ઉદ્દેશ્ય ભારતમાં પ્રવાસનના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા કાર્યક્રમો, નીતિઓ અને પગલાં વિશે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરવાનો તથા શ્રેષ્ઠ પ્રથાઓ, સફળ પ્રોજેક્ટ્સ અને પ્રવાસન તકો વિશે ચર્ચા માટે એક મંચ પૂરો પાડવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *