ચીનના હુમલાની સ્થિતિને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું હતું કે, ચીનના હુમલાની સ્થિતિમાં અમેરિકી સેના અને અમેરિકાના લોકો તાઈવાનની રક્ષા કરશે.
રવિવારે આપેલા એક ઇન્ટર્વ્યુંમાં બાયડને તાઈવાનની સ્વતંત્રતાને લઈને જવાબ નહોતો આપ્યો પરંતુ દ્વીપની રક્ષા કરવાના પ્રશ્ન પર બાઇડને કહ્યું કે ચીનના હુમલાની સ્થિતિમાં અમેરિકા તાઇવાનની રક્ષા કરશે. બાયડને વધુમાં કહ્યું હતું કે અમેરિકા એક ચીન નીતિને માને છે અને તાઈવાનની સ્વતંત્રતાનું સમર્થન નથી કરતું. વધુમાં બાયડને જણાવ્યું કે તાઈવાન પોતાની સ્વતંત્રતા અંગે ખૂદ નિર્ણય લઈ શકે છે.