પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું

ભારત આગામી ૨૫ વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કરવા જઈ રહ્યું છે.

એકતાનગરમાં આયોજીત રાજ્યોના પર્યાવરણ મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એકતાનગર વન અને પર્યાવરણ ક્ષેત્રે એક તીર્થ બની ગયું છે.

ભારત આગામી ૨૫ વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કરવા જઈ રહ્યું છે. નવા ભારત, નવા વિચાર, નવા એપ્રોચ સાથે દેશ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીઁએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થા તરફ વધી રહ્યું છે. દેશની ઇકોનોમી પણ મજબુત થઈ રહી છે.

ભારતના નવીકરણીય ઉર્જાનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી, વિશ્વ આજે ભારત સાથે જોડાઈ રહ્યું છે. સિંહ, વાઘ, ગેંડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકૃતિના સંતુલનને જાળવી રાખવા પર ભાર મુક્યો હતો, ભારતે નેટ ઝીરોનું લક્ષ્ય રાખ્યું છે. પર્યાવરણ મંત્રાલયની ભૂમિકાને રેગ્યુલેટર તરીકે જોવાઈ રહ્યું છે. પર્યાવરણની રક્ષા માટે પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા મહત્વની હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, સર્ક્યુલર ઈકોનોમી ભારતનો હિસ્સો રહ્યો છે અને આ સંમેલનથી સહકારી સંધવાદની ભાવનામાં વધારો થશે. આપણે હંમેશા પ્રકૃતિના પોષક રહ્યા છે. લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવા જરૂરી છે. ગાંધીજી પાણીની બગાડના સખત વિરોધી હતા. પર્યાવરણના નામે જીવન અને વ્પાપારની સુગમતા પર સવાલ ઉભા ન થવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *