ગરીબ પરિવારોને રાહત દરે એક કિલો સિંગતેલ આપવામાં આવશે.
દિવાળીના તહેવારો દરમિયાન સરકાર દ્વારા ગરીબ પરિવારોને રાહત દરે એક કિલો સિંગતેલ આપવામાં આવશે.
અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે વિધાનસભામાં આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, પહેલી ઓકટોબરથી આ જાહેર વિતરણ કામગીરી શરૂ થશે. વિધાનસભામાં ખાદ્યતેલના ભાવો અંકુશમાં રાખવા અંગેના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, ગરીબોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે ૭૧ લાખ કાર્ડ ધારકોને ૧૦૦ રૂપિયાના રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કરવાનો નિર્ણય કરાયો હતો. આ માટે રાજય સરકાર ૯૭ રૂપિયાની સબસીડી નાગરિકો વતી વહન કરશે. જન્માષ્ટમી તહેવાર દરમિયાન ૬૬ લાખથી વધુ ગરીબ પરિવારને કુટુંબ દીઠ એક લીટર સીંગતેલનું વિતરણ રાહત દરે કરવામાં આવ્યું હતું.