વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનામાં રાજ્યની કામગીરી સર્વશ્રેષ્ઠ: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
મહેસાણા: ઊંઝા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત યોજનાના પાંચમાં વર્ષમાં મંગળ પ્રવેશની ઉજવણીનો કાર્યક્મ યોજાઈ ગયો. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) ના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊંઝા ખાતે યોજાયેલા આયુષ્યમાન ભારતના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના PMJAYમાં ગુજરાતે સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે. જેમાં મહેસાણા જિલ્લાએ સૌથી વધુ કાર્ડ આપી અવ્વલ સ્થાન આપ્યુ છે જેના બદલ જિલ્લાને એવોર્ડ પણ મળ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, મહેસાણા જિલ્લાના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોને CCTVથી સુસજ્જ કરાયા છે. જેના પગલે આરોગ્યની કામગીરી જીવંત જોઇ શકાશે. સ્વસ્થ ગુજરાત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરતી આયુષ્યમાન ભારત યોજનામાં કરોડો પરિવારોને આવરી લેવામાં આવેલ છે.
આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની દિર્ઘદ્રષ્ટીને પગલે આજે વિશ્વાસથી વિકાસના મોડેલથી સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યુ છે. આરોગ્યની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર અવિરત પ્રયાસ કરી રહી છે. આરોગ્યની સાથે ખેતી, ઉધોગ તેમજ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. સૌના સાથ ,સૌના વિકાસ થકી ગુજરાત ડબલ એન્જીનની સરકારથી તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં ધાર્મિક સ્થળોનો વિકાસ થાય તે માટે સરકાર કટિબદ્ધ બની છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, સરકારે વિકાસના અનેક આયામો સાથે ચોતરફ વિકાસની આગેકૂચ કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂટિન રસીકરણ કાર્યક્રમને મજબૂત બનાવવાના વર્કશોપનું ઉદ્ધાટન આરોગ્યમંત્રીના હસ્તે કરાયું હતું. તેમજ સગર્ભા બહેનોના નવા PMJAY-MA Card,પોષણ કિટ વિતરણ અન્ય લાભાર્થીઓને PMJAY-MA Card નું વિતરણ કરવામાં આવ્યું હતું.
એનટીઈપી કાર્યક્રમ અંતર્ગત ”કોમ્યુનિટી સપોર્ટ ઓફ ટીબી પેશન્ટ” અંતર્ગત ડાયમંડ, વિસનગર, મનુભાઈ પટેલ, કરુણા સેતુ ટ્રસ્ટ, વડનગર, સેરા સિરામિક, કરૂણનગ, સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ, બેચરાજી, આરોગ્ય સમિતિ ચેરમેન, દિનેશભાઇ પટેલ (ચેરમેન,એ.પી.એમ.સી,ઊંઝા) દ્વારા ૮૦૦ જેટલી પોષણ કિટનું વિતરણ કરાયું હતું. નિક્ષય પોષણ ન્યુટ્રીશન કિટ વિતરણ અન્વયે ૦૭ દાતાશ્રીઓ દ્વારા વિવિધ તાલુકાઓમાં ૫૮૬ કિટનું વિતરણ કરેલ છે. જે અંતર્ગત ૨૬ ન્યુટ્રીશન કિટ વિતરણ કરાયું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લાની પહેલ અન્વયે જિલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્ર અને સા.આ.કેન્દ્ર ખાતે 15 માં નાણા પંચની ગ્રાન્ટમાંથી CCTV કેમેરાનો શુભારંભ કરાયો હતો. જે અંતર્ગત મંત્રીએ ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઓનલાઇન નિરીક્ષણ કર્યું હતું
રાજ્ય સરકારે ફાળવેલ સાત સી.એસ.સી. બદલ દરેક ગામોના લોક પ્રતિનિધિ દ્વારા આરોગ્ય મંત્રીનું ભવ્ય સ્વાગન સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત THE TRAIED NURSES ASSOCIATION(TNAI) ગુજરાત રાજ્યના સહકારથી ૫ ટ્રાઈસીકલ, ૫ વ્હીલ ચેર તેમજ ૧૦૦ બેબી કિટનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કરશનભાઇ સોલંકીની ગ્રાન્ટમાંથી ૧૨ એમ્બ્યુલન્સો ફાળવવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોમ્યુનિટી સપોર્ટ ઓફ ટીબી પેશન્ટ અંતર્ગત પોષણ કિટ વિતરણ કરનાર દાતાઓનું સન્માન મંત્રી સહિત મહાનુંભાવોના હસ્તે કરાયું હતું.
પી.એમ.જે.એ.વાય મા યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.જેમાં લાયન્સ જનરલ હોસ્પિટલ,વસંત પ્રભા હોસ્પિટલ,અલ્કા હોસ્પિટલ અને સોનોગ્રાફી ક્લીનીક ખેરાલું,હોપ અને સ્પાઇન એન્ડ જોઇન્ટ ક્લીનીક મહેસાણા,વાયબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા અને દુરવા કિડની કેર હોસ્પિટલ એન્ડ ડાયાલીસીસ સેન્ટર વિજાપુર સાથે એમ.યુ કરાયા હતા.