પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલપ્રદેશના મંડી જિલ્લામાં આયોજિત યુવા વિજય સંકલ્પ રેલીનું સંબોધન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંડી જિલ્લાના પદ્દલ મેદાન ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત યુવા વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતાં ભાજપ દેશના યુવાઓ ઉપર સૌથી વધુ વિશ્વાસ ધરાવતો હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારત સાથે જોડાવાની ઇચ્છા રાખે છે. ભારતની પ્રગતિને આગળ વધારવાનું સામર્થ્ય હિમાચલમાં હોવાનું જણાવતા નરેન્દ્ર મોદીએ હિમાચલને વૈશ્વિક ફાર્મા હબ બનાવવામાં આવશે તેમ કહ્યું હતું.

દરમિયાન નરેન્દ્ર મોદીએ યુવા રેલીને સંબોધવા હિમાચલ પ્રદેશના મંડી પહોંચતા પહેલા ટ્વીટના મધ્યમથી NDA સરકારે  યુવા શક્તિને સશક્ત કરવાના હેતુથી વિવિધ પહેલો હાથ ધરી હોવાનું કહ્યું છે. આ રેલી રાજ્યમાં ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપશે.ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ કહ્યું છે કે યુવા મોરચા અને પાર્ટીએ મંડીમાં આ રેલી યોજવા માટે એક વર્ષથી વ્યવસ્થિત રીતે કામ કર્યું છે.

દરમિયાન, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ભારતના ચૂંટણી પંચની ઉચ્ચ સ્તરીય ટીમ હિમાચલ પ્રદેશની ત્રણ દિવસની મુલાકાતે છે. ECI ટીમે ગઈકાલે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આયોગે મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે બેઠકો પણ યોજી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *