ઇરાનમાં ચાલુ હિજાબ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ૫૦ લોકોના મોત થયા છે. હિજાબ સામે વિરોધ પ્રદર્શન સૌપ્રથમ કર્ગીસ્તાનમાં શરૂ થયું હતું. આ પ્રદર્શન તહેરાન સહિત બાકી મોટા શહેરમાં શરૂ થયું છે.
અત્યાર સુધીમાં તે ૮૦ શહેરોમાં ફેલાયું છે. સરકાર સામે વધતો વિરોધ જોઇને ઇરાનમાં ઇન્ટરનેટ એકસેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે ઇરાની સુરક્ષાદળોને પ્રદર્શનકારીઓ સામે અનાવશ્યક બળનો પ્રયોગ ન કરવા અપીલ કરી હતી.