સુરત શહેરમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
એક રાહદારીએ કાર ચાલક પાસે લિફ્ટ માંગીને તેને ફસાવી દીધો. લિફ્ટ આપતા રાહદારીએ ચપ્પુ બતાવીને તેની સાથે આવેલી મહિલા સાથે કારચાલકના ફોટા પાડી દીધા હતા. જે બાદમાં વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા ૨૦ લાખની માંગણી કરી. જોકે, બાદમાં ગભરાયેલા કાર ચાલકે રૂપિયા ૫ લાખમાં સમગ્ર મામલાને પતાવી દીધો. હાલમાં સુરત પોલીસે આ ગેંગ અને તેના કરતૂતોને લોકો સમક્ષ લાવી રહી છે. સુરત પોલીસે બાતમીના આધારે અડાજણ પોસ્ટમાં નોંધાયેલ હનીટ્રેપના ગુનાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં લાલજી શિવરાજ લખધીરભાઇ, અલ્પેશકુમાર ઉર્ફે જીજુ પટેલ લલિત ચૌહાણ અને રૂકિયાબેન ફાતિમાબેન વોહરાની ધરપકડ કરીને તેઓને જેલમાં ધકેલી દેવાયા છે.

ક્યારેક આપણે કરેલી મદદ આપણી માટે આફતરૂપ બની જતી હોય છે. કંઇક આવું જ સુરતમાં બન્યું છે. જો તમને રસ્તામાં મારો દીકરી બીમાર છે કહીને લિફ્ટ માંગે તો સાવધાન થઇ જજો. કારણ કે સુરતમાં આવી જ એક ગેંગ સક્રિય થઇ છે. જે હનીટ્રેપ દ્વારા લોકોને ફસાવે છે. સુરત પોલીસે હનીટ્રેપ કરતી એક ગેંગની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા સહિત ૪ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.