મોરબીમાં નાના બાળકોમાં નવરાત્રી માટેનો અનેરો થનગનાટ જોવા મળ્યો છે.
આજથી શારદીય નવરાત્રીની શરૂઆત થઇ છે. આજથી નવ દિવસ સુધી શ્રદ્ધાળુઓ માતા દુર્ગાના નવ સ્વરૂપની આરાધના કરે છે અને ઉપવાસ રાખે છે. શારદા નવરાત્રીના પ્રથમ દિવસે આજે માઁ શૈલપુત્રીની પુજા કરવામાં આવે છે. શ્રધ્ધાળુઓ આજે પોતાના ઘરોમાં કળશ સ્થાપન કરી માતા પાસે આરોગ્ય, સમૃધ્ધી અને સુખશાંતીની પ્રાર્થના કરે છે. આદ્યશક્તિના મંદિરોમા શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. મંદિરોમાં સવારથી ભક્તોની લાંબી લાઇનો લાગી રહી છે. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યાં છે. દેશના દરેક ક્ષેત્રમાં શારદા નવરાત્રીની ધૂમ મચી છે. પશ્રિમ બંગાળમાં દુર્ગા પંડાલની આભા અનોખી હોય છે.. જ્યારે ગુજરાતમાં દાંડીયા મહોત્સવ રંગે ચંગે ઉજવાય છે.
મોરબીમાં નાના બાળકોમાં નવરાત્રી માટેનો અનેરો થનગનાટ જોવા મળ્યો છે. બાળકો પરંપરાગત કપડા પહેરીને ગરબે રમતા જોવા મળ્યા છે. વિવિધ શાળાઓ, પ્રિ સ્કૂલો,વિદ્યા સંકુલો દ્વારા ગરબાનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. સ્કુલમાં નાના બાળકો ગરબે રમીને અનેરો આનંદ મેળવે છે. તેમની સાથે મોટેરા પણ ગરબે ઘુમીને પોતાની યુવાનીના દિવસોને યાદ કરે છે.