પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર ૫ વર્ષ માટે પ્રતિબંધ, ગૃહ મંત્રાલયે ગેરકાયદે સંગઠન જાહેર કર્યું

PFI ઘણી અપરાધી અને આતંકી પ્રવૃતિઓમાં સામેલ હતું

ગૃહ મંત્રાલયે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાને ગેરકાયદે સંગઠન જાહેર કરી ૫ વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.

કેન્દ્ર સરકારે કહ્યું PFI ઘણી અપરાધી અને આતંકી પ્રવૃતિઓમાં સામેલ હતું. કેન્દ્ર સરકારે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલીક બાબતોમાં એ સ્પષ્ટ થયું છે કે, PFI અને તેનું સંગઠન હિંસક અને વિધ્વંસક કાર્યોમાં વારંવાર સામેલ થઈ રહ્યાં છે. .

PFI નાં ઘણા સંસ્થાપક સદસ્ય સીમીનાં નેતા રહેલા છે અને PFI નો સંબંધ જમાત ઉલ મુજાઈદ્દીન બાંગ્લાદેશ સાથે પણ રહ્યો છે. આ બંન્ને સંગઠનો પ્રતિબંધિત સંગઠનો છે. PFI ની દેશ વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવાની આશંકાઓને લઈને પાછલા ઘણા દિવસોથી સરકારી એજંસીઓએ ગાળીયો કશ્યો છે. NIA એ આ સંસ્થાના દેશનાં તમામ સ્થાનો પર દરોડા પાડ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *