પ્રધાનમંત્રીએ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસને આપી લીલી ઝંડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર કેપીટલ સ્ટેશનેથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેનો શુભારંભ કરાવતા ગુજરાતને મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રીએ આ ટ્રેનના કમ્પાર્ટમેન્ટનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

આઈ.સી.એફ ચૈન્નઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ટ્રેનની વિગતોથી કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વીની વૈષ્ણવે પ્રધાનમંત્રીને અવગત કરાવ્યાં હતાં. આ સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વંદે ભારત એક્સપ્રેસ ‘મેક ઇન ઇન્ડિયા’નું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.

ટ્રેન ગાંધીનગર કેપીટલથી રવાના થઇને સાડા છ કલાકમાં મુંબઇ સેન્ટ્રલ પહોચશે. વંદે ભારત એક્સપ્રેસના કમ્પાર્ટમેન્ટમાં અનેક આધુનિક સુધારા કરીને મુસાફરોને હવાઇ જહાજમાં મુસાફરી કરતા હોય તેવો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ટ્રેન રવિવારને બાદ કરતા અઠવાડીયામાં ૬ દિવસ દોડશે. આ ટ્રેનની સરેરાશ સ્પીડ ૧૬૦ કિલોમીટર કલાક દીઠ માનવામાં આવે છે. વંદેભારત એક્સપ્રેસ ટ્રેનના ૧૬ કોચમાં ૧,૧૨૮ મુસાફરો મુસાફરી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *