નેશનલ ગેમ્સ ૨૦૨૨ નુ ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પરથી કરવામાં આવ્યું હતું. ત્યાર જાત તેમાં વિવિધ રમતોની શરૂઆત કરવામાં આવી હતી. ભારતના અનેક રાજ્યોના રમતવીરો વચ્ચે મેડલો જીતવા માટે પોતાની તમામ શક્તિઓ ખર્ચી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતે વધું એક ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે.
અંકિતા રૈનાએ ફરી એકવાર ગુજરાતની મહિલાઓને ટેનિસ ટીમમાં ગોલ્ડ જાળવી રાખવામાં મદદ કરી છે. ગુજરાતની મહિલા ટીમે મહારાષ્ટ્રને ફાઇનલ મેચમાં ૨ – ૧ થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. નેશનલ ગેમ્સ ૨૦૨૨ માં ગુજરાતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. જ્યાં સુધી ગુજરાતનો સંબંધ છે ત્યાં સુધી સવારના સત્રનું ધ્યાન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર હતું જ્યાં તેમની મહિલા ટીમ ગોલ્ડ મેડલ મેચમાં મહારાષ્ટ્રનો સામનો કરી રહી હતી. યજમાન ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી કારણ કે વૈષ્ણવી અડકરે ઝીલ દેસાઈને ૬ – ૪, ૬ – ૨ થી હારી ને મહારાષ્ટ્રને ૧ – ૦ ની સરસાઈ અપાવી હતી. આનો અર્થ એ થયો કે અંકિતા રૈનાએ બીજી સિંગલ્સમાં રુતુજા ભોસલેનો સામનો કરવો પડ્યો. જોકે ટીમ ભલે મહત્વપૂર્ણ મેચમાં પાછળ પડી હતી પરંતુ અંકિતાએ જરાય દબાણમાં આવ્યા વિના રુતુજાને ૬ – ૧ ૬ – ૪ થી સીધા સેટમાં હાર આપી ગોલ્ડ મેડલ ટાઈ ૧ – ૧ ની બરોબરી પર લાવી દીધી હતી.અંકિતાએ બીજા સેટમાં તેના વિરોધીઓની સર્વિસ તોડીને ૩ – ૨ ની લીડ મેળવી હતી. ત્યારબાદ અંકિતા રૈનાએ ઝડપથી કમબેક કરી અને સીધા સેટમાં મેચ જીતી લીધી.
ડબલ્સના મુકાબલામાં, અંકિતા રૈના અને વૈદેહી ચૌધરીએ ૨ – ૪ થી પાછળ રહીને સળંગ ૧૦ ગેમ જીતી અને મેચ ૬ – ૪, ૬ – ૦ થી જીત મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. અંકિતા રૈનાએ ટાઇટલ જીત્યા પછી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે.“ઝીલ માટે તે પડકારજનક મેચ હતીપરંતુ આ પ્રકારની ક્ષણો ખેલાડીની કારકિર્દીમાં બને છે. તેણીએ સખત લડત આપી પરંતુ તઆજે તેનો દિવસ નહતો. હું પહેલા પણ આવી પરિસ્થિતિમાં રહી ચુકી છું, મેં ફેડ કપ રમ્યો છે જેથી તે અનુભવ કામમાં આવ્યો”.