કર્ણાટકના મૈસુરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વરસતા વરસાદમાં જનસભાને સંબોધી. ગાંધી જયંતીના અવસર પર, આખા દિવસની મુસાફરી પછી, જ્યારે રાહુલ લોકોને સંબોધવા માટે સ્ટેજ તરફ ચાલ્યા ત્યારે વરસાદ શરૂ થયો. રાહુલે વરસાદ રોકાવાની રાહ ન જોતા સંબોધન ચાલુ રાખ્યું.
રાહુલે કહ્યું- ભલે ગમે તે થઈ જાય, ભારત જોડો યાત્રાને કોઈ રોકી શકશે નહીં. અમારી યાત્રાનો ઉદ્દેશ્ય BJP-RSS દ્વારા ફેલાયેલી નફરત અને હિંસા રોકવાનો છે. ગરમી, વાવાઝોડું અને ઠંડી પણ આ યાત્રા રોકી નહીં શકે. યાત્રા નદીને જેમ રોકાયા વગર કન્યાકુમારીથી કાશ્મીર જશે. આ યાત્રામાં નફરત અને હિંસા જેવી વસ્તુ નહીં જોવા મળે. આમાં માત્ર પ્રેમ અને ભાઈચારો મળશે, જે ભારતના ઈતિહાસ અને DNAમાં છે. ભાજપ અને સંઘ ગમે તેટલી નફરત ફેલાવે, યાત્રા તેને રોકશે અને લોકોને ફરી સાથે જોડવામાં મદદ કરશે.
રવિવારે રેલી દરમિયાન રાહુલે મહાત્મા ગાંધીને 153મી જયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પી. રાહુલ કર્ણાટકના બદનાવલુમાં ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્ર પહોંચ્યા જ્યાં મહાત્માએ ૧૯૨૭માં મુલાકાત લીધી હતી. અહીં રાહુલે કહ્યું કે સત્તામાં રહેલા લોકો માટે રાષ્ટ્રપતિની વિરાસતને પોતાની હોવાનો દાવો કરવો ખૂબ જ સરળ છે, પરંતુ મહાત્મા ગાંધીના બતાવેલા માર્ગ પર ચાલવું સરળ નથી. હાત્માં ગાંધીએ જેવી રીતે અંગ્રેજ સરકાર સામે લડત લડી હતી, અમે પણ એ લોકોની વિચારધારા વિરુદ્ધ જંગ ખેડી છે જેમણે મહાત્માની હત્યા કરી હતી. આ વિચારધારાએ જ છેલ્લા આઠ વર્ષમાં આપણા દેશમાં અસમાનતા, ભેદભાવ ફેલાયો છે. ખૂબ સંઘર્ષ કરી મળેલી આઝાદીને સમાપ્ત કરી છે.