ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે ગાજી રહી છે. તેવી સ્થિતિ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં એક્ટિવ થયા છે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા. પરતું ત્યારબાદ આ મુદ્દો શાંત પડી ગયો હતો. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવતીકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયા સાથે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજશે. જેને લઇને શંકરસિંહ ફરી કોંગ્રેસમાં ભળી જવાની અટકળો તેજ બની છે. પત્રકાર પરિષદ દરમિયાન શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી-એન્ટ્રી મુદે મોટી જાહેરાત થઇ શકે છે.
આગાઉ ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનો હાથ પકડે તેવી ચર્ચા જાગી હતી પરંતુ જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાવનું વચન આપે તો કોંગ્રેસમાં જોડાય તેવી વાત પણ આવી હતી. આ અગાઉ આ વર્ષના અંતે યોજાનારી ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી ‘પ્રજાશક્તિ ડૅમોક્રેટિક પાર્ટી’ ના નેજા હેઠળ ચૂટંણી લડે તેવી પણ વાત આવી હતી. ત્યારબાદ હવે શંકરસિંહ વાઘેલા મંગળવારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કરતાં રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા જાગી છે.