ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં આઠમા નોરતે મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર દર્શનનું આયોજન કરવામાં આવ્યું. અર્ધનારીશ્વર સ્વરૂપના અલૌકિક દર્શન જોવા મળ્યા હતા, તો મહા પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં ગઈ કાલે આઠમા નોરતે કલ્ચરલ ફોરમમાં ૩૫,૦૦૦ જેટલા લોકોએ સાથે મળીને મહાઆરતી કરી હતી.
અષ્ટમીએ મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર સ્વરૂપ અર્ધનારીશ્વરના અલૌકિક દર્શન થયા હતા. શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર. અદભુત અને અલૌકિક દર્શનનો સુંદર નજારો ગાંધીનગરના કલ્ચરલ ફોરમના ગ્રાઉન્ડમાં સર્જાયો હતો. સૃષ્ટિનું કોઈ પણ વ્યક્તિત્વ કે અસ્તિત્વ સ્વતંત્ર નથી.
એકમેક સાથે તાણાવાણાથી ગુથાયેલું આ સચરાચર જગત સૃષ્ટિટર્તાનું સુંદર સર્જન છે. હું, તમે, આપણે સૌ આ સુંદર સૃષ્ટિનો એક ભાગ હોવાનો આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. બે તત્વોનો જ્યાં મેળાપ થાય, ઐક્ય સર્જાય તે સંધિને અતિ પવિત્ર માનવામાં આવે છે; જેમ દિવસ અને રાત, જેમ નદી અને સમુદ્રનો મેળાપ. તેના દર્શન માત્રથી પુણ્યની ઉત્પત્તિ થાય છે.
આ મહાઆરતીનું આયોજન કલ્ચર ફોરમના આગેવાન કૃષ્ણકાંત ઝા તેમજ હિરેન ભટ્ટ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.