LRDની કામચલાઉ પસંદગી યાદી વેબસાઇટ પર મુકવામાં આવી

લોકરક્ષક ભરતીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભરતી બોર્ડની વેબસાઇટ LRDની કામચલાઉ પસંદગી યાદી મૂકવામાં આવી છે. ઉમેદવારો લોક રક્ષક ભરતીની વેબસાઈટ https://lrdgujarat2021.in પર વધુ માહિતી જોઈ શકશે.

LRDની ૧૦,૪૫૯ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ૮,476 પુરૂષ અને ૧,૯૮૩ મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ હતી. શારીરિક કસોટી ૨૯મી જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી. શારીરિક કસોટીમાં કુલ ૬.૫૬ લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી  પરીક્ષામાં ૨.૯૪ લાખ ઉમેદવારો પાસ થયા હતા, જેઓની લેખિત કસોટી તારીખ ૧૦મી એપ્રિલના રોજ લેવાઇ હતી. જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. જણાવી દઈ કે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની ૧૦,૪૫૯ જગ્યા ભરવામાં આવશે. આજે લોકરક્ષક ભરતીની કામચલાઉ પસંદગી યાદી ભરતી બોર્ડની વેબસાઈટ https://lrdgujarat2021.in પર મૂકવામાં આવી છે. જેની જાણકારી IPS હસમુખ પટેલે આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *