ભારતીય શેરબજારમાં ગત સપ્તાહની મંદી બાદ સેન્સેક્સમાં સપ્તાહની શરૂઆતથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ૭૮૮ પોઇન્ટના વધારા સાથે ૫૭,૫૦૬ પોઇન્ટ પર ખુલ્યો હતો.
ત્યારબાદ સતત માર્કેટ ગ્રીન ઝોનમાં રહેતા હાલ સેન્સેક્સ ૧,૧૭૫ પોઇન્ટના વધારા સાથે ૫૮,૦૦૦ની નજીક ટ્રેન્ડ કરી રહ્યો છે. આજે બેન્કીંગ, ટેલિકોમ, ફાર્મા અને આઇટી ક્ષેત્રના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીની વાત કરવામાં આવે તો સામાન્ય ધટાડા સાથે ખુલ્યા બાદ નિફ્ટી હાલ ૩૫૫ પોઇન્ટના વધારા સાથે ૧૭,૨૪૨ પર છે. ચાલુ સપ્તાહ દરમિયાન હજુ પણ માર્કેટ ગ્રીન ઝોનમાં રહેશે તેવી શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.