વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સાત દિવસીય પ્રવાસે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ના સાત દિવસીય પ્રવાસે  જશે. ડૉ. જયશંકરની ન્યુઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે. આવતીકાલે ઓકલેન્ડમાં, તેઓ ભારતીય સમુદાયના સભ્યોને તેમની અસાધારણ સિદ્ધિઓ અને યોગદાન માટે સન્માનિત કરવા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે.  ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે બંને નેતાઓ ન્યુઝીલેન્ડમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત  India@૭૫ ટપાલ ટીકીટ બહાર પાડશે. ડૉ. જયશંકર ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું તથા. શીખ સમુદાય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશેષ બંધનને દર્શાવતા પુસ્તક વિમોચન કરશે. તેઓ ન્યૂઝીલેન્ડ વિદેશમંત્રી નાનાયા મહુતા સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. વેલિંગ્ટનમાં, ડૉ. જયશંકર ભારતીય હાઈ કમિશનની નવી બાંધવામાં આવેલી ઈમારતનું ઉદ્ઘાટન કરશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસના બીજા તબક્કામાં વિદેશ મંત્રી કેનબેરા અને સિડનીની મુલાકાત લેશે..જ્યાં તેઓ વિદેશ્માંન્ત્રીઓની ૧૩ મી બેઠક માં ભાગ લેશે ઉપરાંત ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સને પણ મળશે. તેઓ ઓસ્ટ્રેલિયન નૌકાદળ, મીડિયા તથા નિષ્ણાતો સાથે પણ વાર્તાલાપ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *