ગાંધીનગર: ગિફ્ટ સિટી ખાતે ‘PM ગતિ શક્તિ ગુજરાત’ વિષય પર સેમિનાર યોજાયો

સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ‘PM ગતિ શક્તિ ગુજરાત’ આ વિષય પર  સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. GIDB, GMB અને CII દ્વારા આયોજિત આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,  ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ‘PM ગતિ શક્તિ’ પોર્ટલનું  લોન્ચિંગ કરવામાં આવ્યું. સેમિનારમાં લોજિસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતની પહેલ, ધોલેરા સર અને કોસ્ટલ કોરિડોરનું આયોજન જેવા વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, PM ગતિશક્તિ લાગુ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે, તેમજ દેશના વિકાસમાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *