શહેરી વિસ્તા રમાં મળતી સુવિધા જેવી તમામ સવલતો ગ્રામ્ય વિસ્તાૂરના નાગરિકોને મળી રહે તે માટે રાજય સરકાર પ્રતિબદ્ધ
રાજયના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલના વરદ્દ હસ્તે નવસારીના ચીખલી તાલુકાના રૂમલા, અગાસી, ઘોલાર, શ્યાદા, સતાડીયા અને ગોડથલ ગામે અંદાજિત રૂ. ૭૪૮ લાખના ખર્ચે ૧૬ રસ્તાઓનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી નરેશભાઇ પટેલે સરકાર દ્વારા પાણી, આરોગ્ય, શિક્ષણ અને ખેતી ક્ષેત્રે અપાતી વિવિધ સહાય તેમજ યોજનાની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, સત્તારૂપી સાધનનો લોક કલ્યાણ અર્થે ઉપયોગ કરવો એ જ સરકારની નેમ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી સામાન્ય પરિવારના લોકોને રોગોની નિઃશુલ્ક સારવાર મળે છે. આ તકે ગ્રામજનોને આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા અંગે વિગતવાર માહિતી આપી હતી. પ્રવર્તમાન સરકાર પછાત અને નબળા વર્ગના લોકો પ્રત્યે સંવેદનશીલ હોવાનું જણાવતા કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસકાર્યો હાથ ધરીને સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં પણ માળખાકીય સુવિધઓ પહોંચતી કરવામાં આવી છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાવિત, બાંધકામ સમિતના અધ્યક્ષા દિપાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી બાલુભાઇ પાડવી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી મયંકભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો, ભાઇઓ- બહેનો ઉપસ્થિત રહયા હતાં.