દરવર્ષે ૮ મી ઓક્ટોબરના દિવસને વાયુ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૮ મી ઓક્ટોબર, ૧૯૩૨ ના દિવસે ભારતીય વાયુ સેનાની સ્થાપના થઈ હતી.
આ વર્ષે વાયુ સેના સ્થાપના દિવસનો મુખ્ય સમારોહ ચંદીગઢમાં આયોજિત થશે. વાયુ સેના દિવસના અવસર પર આજે ત્રણેય સેનાઓના પ્રમુખ અને સીડીએસ જનરલ અનિલ ચૌહાણે દિલ્હીમાં રાષ્ટ્રીય સમર સ્મારક પર દેશની સેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.