કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પૂર્વોત્તર રાજ્ય સિક્કીમ અને આસામના પ્રવાસે છે. સૌથી પહેલા સિક્કીમના ગૈંગટોકના પ્રવાસે જશે.જ્યાં તેઓ ડેરી કોન્કલેવમાં ભાગ લેશે.
પ્રવાસ દરમિયાન તેઓ ભાજપની કોરગૃપની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરશે.
અમિત શાહનો સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ સાથે મુલાકાતનો કાર્યક્રમ છે. સિક્કિમના પ્રવાસ બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ બપોરે આસામના ગુવાહાટી પહોંચશે.