સ્મૃતિચિહ્ન – ૨૦૨૨ ની હરાજી આ મહિનાની ૧૨ તારીખ સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને લોકોને ભાગ લેવા જણાવ્યું.
સંસ્કૃતિ મંત્રાલયના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટવીટ કર્યું કે,“વર્ષોથી મને મળેલી ઘણી વિશેષ ભેટો પૈકીની આ એક છે. લોકોની ઈચ્છાને માન આપીને સ્મૃતિચિહ્નોની હરાજી ૧૨ મી તારીખ સુધી લંબાવવામાં આવી છે. ભાગ લો.”