સંયુક્ત રાષ્ટ્ર મહા સભા UNGAએ રશિયા દ્વારા યુક્રેનના ચાર વિસ્તારોના અધિગ્રહણને વખોડતો ઠરાવ પસાર કર્યો છે. કુલ ૧૪૩ સભ્યોએ આ ઠરાવની તરફેણમાં જ્યારે ૪ સભ્યોએ તેની વિરૂદ્ધમાં મતદાન કર્યું છે. ભારત સહિત ૩૫ સભ્યો મતદાનમાં ભાગ લીધો નહતો. UNGAએ તમામ દેશોને રશિયાના આ પગલાને માન્યતા ન આપવા હાકલ કરી છે.
ચાર દેશો, સીરીયા, દક્ષિણ કોરીયા, બેલારૂસ અને નીકારાગુઆએ ઠરાવ વિરૂદ્ધ મતદાન કરી રશિયાને સમર્થન આપ્યું છે. રશિયા દ્વારા સુરક્ષા પરિષદમાં યુક્રેન વિસ્તારોના અધિગ્રહણ કરતા ઠરાવને વીટો દ્વારા અસ્વીકાર કરાયા બાદ આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.