ધ્રાંગધ્રા, દસાડા, વઢવાણ અને લીમડી વિધાનસભા બેઠકો પર જાહેર રેલીને સંબોધન કરશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર ૩ દિવસની ગુજરાત મુલાકાતે છે. શુક્રવારે મોડી રાત્રે તેઓ અમદાવાદ પહોંચ્યા છે. તેઓ આજે સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા, દસાડા, વઢવાણ અને લીમડી વિધાનસભા બેઠકો પર જાહેર રેલીને સંબોધન કરશે.
ત્યારબાદ ખેરવા , વણા અને અનિન્દ્રા ગામે ટૂંકા રોકાણમાં લોક અભિવાદન ઝીલ્યા બાદ તેમનો કાફલો સુરેન્દ્રનગર તરફ આગળ વધશે. બપોર બાદ વઢવાણ , જોરાવરનગર અને અંકેવાળીયા ખાતે સ્વાગત કાર્યક્રમ આટોપીને અનુરાગ સિંહ ઠાકુર લીંબડી પહોંચી જાહેર સભાને સંબોધન કરશે.
૧૭ ઓકટોબરે સોમવારે ગુજરાત યુનિવર્સિટી ખાતે બાળ સંશોધકો તથા સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે. તેમજ પાંચજન્ય દ્વારા આયોજિત સાબરમતી સંવાદમાં પણ ભાગ લેશે. સાથે સાથે સોમવારે ગાંધીનગર ખાતે મોદી@૨૦ ડ્રીમ મિટ્સ દેલ્હિવરી બુક રીલિઝ કાર્યક્રમમાં પણ સામેલ થશે.