પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવે છે.
પ્રધાનમંત્રી ગુજરાતને વિકાસની ભેટ આપવાના ભાગરૂપે ૧૫,૬૭૦ કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો – ૨૦૨૨ નું ઉદધાટન કરશે.
આ સાથે પ્રધાનમંત્રી અડાલજમાં મિશન સ્કુલ ઓફ એક્સલન્સનો શુભારંભ કરાવશે. આ મિશન રાજ્યમાં સ્કુલના પાયાના માળખાને મજબુત કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી બપોર બાદ જૂનાગઢમાં ૩,૫૮૦ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં મિશન લીંકના નિર્માણની સાથે કોસ્ટલ હાઈવેના સુધારાનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જૂનાગઢમાં બે જળાશય યોજના તેમજ કૃષી ઉત્પાદનના સંગ્રહ માટે ગોદામ પરિસરના નિર્માણનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી રાજકોટમાં ૫,૮૬૦ કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે અને રાજકોટમાં સાંજે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ – ૨૦૨૨ નું ઉદ્દઘાટન કરશે.
પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે કેવડિયા ખાતે મિશન લાઇફનું લોકાર્પણ કરશે અને બપોરે કેવડિયામાં ૧૦ મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે.