સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ આજે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે.
એંટોનિયો ગુટેરેસ આજે નવી દિલ્હી પહોંચશે. યુ.એન. મહાસચિવ મુંબઇની તાજમહલ હોટલમાં ૨૬ / ૧૧ ના આતંકી હુમલાના પિડીતોને શ્રધ્ધાંજલી આપશે. તેઓ ભારતના ૭૫ વર્ષ પર સંયુક્ત રાષ્ટ્ર ભારતની ભાગીદારી દક્ષિણ-દક્ષિણ સહયોગને મજબુત કરવા વિષય પર IIT મુંબઇમાં ભાષણ આપશે. એંટોનિયો ગુટેરેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. એંટોનિયો ગુટેરેસ ૨૦ ઓકટોબરે ગુજરાતના એકતા નગર કેવડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે UNSG (યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી જનરલ)મિશન લાઇવની પુસ્તિકા, લોગો અને ટેગલાઇનના શુભારંભ કાર્યક્રમમાં ભાગ લેશે. વર્ષ ૨૦૨૧ માં COP ૨૬ દરમિયાન પ્રધાનમંત્રીએ લાઇફનો વિચાર રજૂ કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં પોતાની બીજી ટર્મ શરૂ કર્યા બાદ યુ.એન. મહાસચિવ એંટોનિયો ગુટેરેસનો પ્રથમ ભારતનો પ્રવાસ છે.