પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા ૧૦ લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન – રોજગાર મેળાનો પ્રારંભ કરશે. સમારોહ દરમિયાન ૭૫,૦૦૦ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવશે. પ્રધાનમંત્રી આ અવસરે નવનિયુક્ત કર્મચારીઓને પણ સંબોધિત કરશે. યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીની સતત પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું હશે.
પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર, તમામ મંત્રાલયો અને વિભાગો મંજૂર મહેકમની હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા કર્મચારીઓની ભારત સરકારના ૩૮ મંત્રાલયો અને વિભાગોમાં નિમણૂક કરાશે.