ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રકાશપર્વ દીપાવલી અને નૂતન વર્ષના પાવન અવસરે રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
રાજ્યપાલે શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે, દીપાવલીનું આ પાવન પર્વ સમાજમાં સુખ – શાંતિ અને સમૃદ્ધિ લાવનારૂં પ્રકાશપર્વ બની રહેશે. રાજ્યપાલે દીપાવલી તહેવારોના મંગલ અવસરે કામના કરી છે કે, નવી આશાઓ અને સકારાત્મક જીવનની ઉર્જા સાથે આ નવું વર્ષ સમાજમાં પ્રેમ – શાંતિ અને પરસ્પર સંવાદિતાને વધુ મજબૂત બનાવશે તેમજ રાષ્ટ્ર અને રાજ્યને વિકાસના નવા શિખરો સર કરાવનારું બની રહેશે.