પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબર અને પહેલી નવેમ્બરે ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી ૩૧ ઓક્ટોબરે ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે.

 

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આગામી ૩૧ ઓક્ટોબર અને ૧ લી નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી ૩૧ ઓક્ટોબરે ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ મુલ્લુપુરમાં ૪ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેર સભાને સંબોધિત પણ કરશે. ત્યારબાદ તેઓ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.  બાદમાં તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧ લી નવેમ્બરના રોજ માનગઢની મુલાકાત લેશે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ માનગઢ હિલ આદિવાસી સમાજ સુધારક ગોવિંદ ગુરુની ધૂણી માટે પ્રખ્યાત છે. ત્યાં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે. પ્રધાનમંત્રીની માનગઢ ખાતેની મુલાકાતને કારણે આદિવાસી સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી ડો.કુબેર ડીંડોરે માહિતી આપી હતી કે, પહેલી નવેમ્બરના રોજ માનગઢ ખાતે રાષ્ટ્રીય સ્મારકની ઘોષણા પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.  ઉલ્લેખનીય છે કે, માનગઢ ખાતે ૧,૫૦૭ જેટલાં આદિવાસી સુરમાઓ ૧૭ નવેમ્બર ૧૯૧૩ ના રોજ અંગ્રેજો સામે લડત લડતા શહિદ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *