અત્યાર સુધી કુલ ૧૩ રાષ્ટ્રપતિઓને આ આયોજન કરવાનો અવસર મળેલ છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ એક સમારોહમાં આજે પોતાના અંગરક્ષકોને સિલ્વર ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનર પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ ભવન પરિસર ખાતે રાષ્ટ્રપતિના અંગરક્ષકો માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકોને સિલ્વર ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનર ભેટ કરવામાં આવશે.
દરેક રાષ્ટ્રપતિના કાર્યકાળમાં આ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. અત્યાર સુધી કુલ ૧૩ રાષ્ટ્રપતિઓને આ આયોજન કરવાનો અવસર મળેલ છે. જ્યારે બેનર પર રાષ્ટ્રપતિનું નામ દેવનગરી લિપીમાં લખવામાં આવે છે. આ વર્ષે આ આયોજનનું મુખ્ય આકર્ષણ એ છે કે, રાષ્ટ્રપતિના અંગરક્ષક દળની સ્થાપનાના ૨૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે આઝાદીના અમૃત મહોત્સવની સાથે સંયોગિક રીતે જોડાયેલ છે. આ એક ભવ્ય કાર્યક્રમ હોય છે અને તે દરેક રાષ્ટ્રપતિના કાર્યકાળમાં એક વખત યોજવામાં આવે છે. સમારોહમાં ઘોડા, ઘોડેસવારો બંનેના પ્રશિક્ષણ, સંતુલન અને ઔપચારિક વર્તણૂંકનું પ્રદર્શન થશે. અહીં સિલ્વર ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનરના ઈતિહાસ મહત્વ અને રાષ્ટ્રપતિના અંગરક્ષકોની આધુનિક ભૂમિકા પર પ્રકાશ પાડતી એક દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતી પણ કરવામાં આવશે.