ગુજરાત ઇલેક્શન ૨૦૨૨: આજથી ગુજરાતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અને જોરદાર તૈયારી કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચારથી લઈ બેઠકોનો જોર શરૂ કરી દીધુ છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે ગઈ કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે અને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં સુરતની ૧૨ બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉધના રોડ પર ભાજપના કમલમ કાર્યલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં એકસાથે ૨ વિધાનસભાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાવામાં આવશે. આજે બપોરે ઉધના, વરાછા બેઠકના દાવેદારોને સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ બપોરે ૦૨:૦૦ વાગ્યા મજુરા, કરંજ બેઠકના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાંજે ૦૫:૩૦ વાગ્યે ચોર્યાસી, કતારગામ બેઠકના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આજે ગાંધીનગર ની ત્રણ વિધાનસભા બેઠકો ની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભાજપની ૩ દિવસ સેન્સ પ્રક્રિયા છે જેમાં તારીખ ૨૭ થી ૨૯ ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *