ભારતના વધુ બે સાગરકાંઠાને મળ્યું બ્લૂ-ફ્લેગનું પ્રમાણપત્ર

ભારતના વધુ બે સાગરકાંઠાને બ્લૂ-ફ્લેગ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના મિનિકોય થુંડી બીચ અને કદમત બીચને બ્લૂ-ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

બ્લૂ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે. બ્લૂ-ફ્લેગ પ્રમાણપત્ર આપવા પાછળનો હેતુ નીચે મુજબનો છે

  • મરીન, બીચ અને બોટિંગ ઓપરેટર્સના વપરાશકર્તાઓ માટે પર્યાવરણીય શિક્ષણ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું અને તેમાં ભાગ લેવો.
  • કાર્યક્ષમ સલામતી અને પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલીઓનો અમલ.
  • ટકાઉ પ્રવાસન વિકાસને પ્રોત્સાહન આપવા માટે સહયોગી ક્રિયા અને ભાગીદારી માટે પ્રતિબદ્ધ.
  • મરીના, દરિયાકિનારા અને બોટિંગ ઓપરેટરો પર માનવ પ્રવૃત્તિની અસરને ઘટાડવા માટે પર્યાવરણીય પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરવું.

‘બ્લૂ ફ્લેગ’ પ્રમાણપત્ર મેળવવા માટે સમુદ્રતળની ગુણવત્તા સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતી સહિત ૩૩ કડક માપદંડો છે. જેમાં સતત ખરા ઉતરવુ  પડે છે. અત્યાર સુધી દેશના કુલ ૧૨ સાગરકાંઠાને બ્લૂ-ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે. જેમાં ગોલ્ડન બીચ – ઓડિશા, કપડ બીચ – કેરળ, ઘોઘલા બીચ – દીવ, રાધાનગર બીચ – આંદામાન અને નિકોબાર, કાસરકોડ બીચ – કર્ણાટક, પદુબિદ્રી બીચ – કર્ણાટક, રૂશીકોંડા બીચ – આંધ્ર પ્રદેશ, કોવલમ બીચ – તમિલનાડુ, ઈડન બીચ – પુડુચેરી, ગુજરાતનાં શિવરાજપુર બીચનો પણ સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લક્ષદ્વીપના લોકોને અભિનંદન પાઠવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *