ઈરાનના શહેર શીરાજ ખાતે શિયા મુસ્લિમ ધર્મ સ્થળ પર આતંકવાદી હુમલો થયો છે. હુમલામાં ૧૫ લોકોના મૃત્યુ થયા છે અને ૪૦ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ (IS) દ્વારા સ્વીકારવામા આવી છે. આ હુમલાથી ઈરાનમાં તણાવનું વાતાવરણ વધ્યું છે.
રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રહીસીએ હુમલાને સખત શબ્દોમાં કહ્યું કે “આ અપરાધ ચોક્કસપણે અનુત્તરિત રહેશે નહીં, અને દેશની સુરક્ષા અને કાયદો તે લોકોને પાઠ શીખવશે જેમણે હુમલાની રચના કરી અને તેને અંજામ આપ્યો.” ઈરાનના આંતરિક મંત્રી અહેમદ વાહીદીએ આવા હુમલાઓ માટે દેશમાં થઈ રહેલ વિરોધ પ્રદર્શનોને જવાબદાર ગણાવ્યા હતા. લોક-અપમાં મહેસા અમિનીનું મોત થયા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
IS પહેલા પણ ઈરાનમાં ગંભીર હુમલા કરી ચૂક્યું છે. ૨૦૧૭ માં, જૂથ ઘાતક બે બોમ્બ વિસ્ફોટો માટે જવાબદાર હતું જેણે સંસદની ઇમારત અને ઇસ્લામિક રિપબ્લિકના સ્થાપક આયતુલ્લાહ ખોમેનીની કબરને નિશાન બનાવ્યું હતું.