બેઠક પહેલા ૨૬ / ૧૧ ના મુંબઈ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની આજે મુંબઈ ખાતે વિશેષ બેઠક મળી રહી છે. બેઠકમાં ખાસ કરીને આતંકીઓ દ્વારા ઈન્ટરનેટ, નવી પેમેન્ટ સિસ્ટમ અને ડ્રોનનો ઉપયોગ સામે ઉપલબ્ધ નવીન ટેકનોલોજી ધરાવતા વિકલ્પોથી તેને રોકવા અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
બેઠક પહેલા ૨૬ / ૧૧ ના મુંબઈ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બેઠક પહેલા UNSCમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું હતું કે, આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. આ બેઠકનો હેતુ આતંકવાદી ગતિવિધિઓ વિરુદ્ધ નવીન ટેકનોલોજીના ઉપયોગથી તેને નેસ્તનાબૂદ કરવાનો છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ.જયશંકર, બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી સહિત અનેક દેશોના વિદેશ મંત્રીઓ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ૧૫ સભ્યો અને અન્ય પ્રતિનિધિઓ સામેલ થશે.