અમરેલી જિલ્લાના ધારી સફારી પાર્કમાં સિંહ જોવા માટે પર્યટકોની ભીડ ઉમટી

સિંહ જોવાની ઘેલછાથી રાજ્યભરમાંથી સહેલાણીઓ ઉમટ્યા છે.

 

હાલમાં દિવાળી વેકેશનનો માહોલ છે, અમરેલી જિલ્લાના ધારી સફારી પાર્ક ખાતે પર્યટકોની ભીડ ઉમટી છે. ધારી સફારી પાર્કમાં હાલ સિંહ જોવાની ઘેલછાથી રાજ્યભરમાંથી સહેલાણીઓ ઉમટ્યા છે.

સિંહ દર્શન સાથે વન્યપ્રાણીઓ જોવાનો ઘસારો જોવા મળી રહ્યો છે. ધારી ગીર ખાતે સફારી પાર્કમાં પર્યટકોને આકર્ષવા માટે વનવિભાગ દ્વારા સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે. સહેલાણીઓને આરામથી એશિયાટીક સિંહોને નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે. રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજ્ય બહારના પર્યટકો સિંહદર્શન કરી ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *